Input Content

દ્રાક્ષ બે પ્રકારની.. લીલી અને સૂકી એમાંય બે પ્રકાર… રંગે કાળી અને લીલી સીઝનમાં લીલી

દ્રાક્ષ છુટથી ખાવા મલે. બાકી સૂકી દ્રાક્ષ તો બજારમાં વરસનાં ત્રણસો સાઈડ દિવસ મલે અને જયારે ડીક લાગે ત્યારે ખવાય. દ્રાક્ષની પેદાશ વસંત અને ગ્રીષ્મમાં વધારે…

દ્રાક્ષ લીલી કે સૂકી, ખાવામાં અતિ  અનુકુળ. વરસોથી એનું ચલણ છે. દ્રાક્ષ અને મુખ્યત્વે સૂકેલી દ્રાક્ષ ઔષધ તરીકે પણ ખૂબ વપરાશ છે. ફળોની જાતમાં દ્રાક્ષ ઊતમ ફળમાં ગણાય છે.

દ્રાક્ષ સ્વાદે ખાટી – મીઠી, સૌ કોઈ નાનાં મોટાંને પસંદ પડે એવી છે. સાજા કે માંદા સૌ છુટથી એને ખાઈ શકે છે. દ્રાક્ષ તાસીરે ઠંડી છે. બળ- પ્રધાન છે જેથી શરીરન્ર પુષ્ટિ, શકિત અને સ્ફુર્તી સાથે સાથે રકતગણો વધારનારી છે. અને પચવામાં સરળ છે.સૌ કોઈને ભાવે એવો એનો સ્વાદ છે. ભૂખ લગાડે છે અને પાચનશકિત વધારે છે. જેથી વાયુનાશક છે. કબજિયાતમાં એ સારો દેખાવ કરે છે.

મૂત્રરોગમાં દ્રાક્ષનું સેવન હીતદાયક ગણાયું છે. મુખરોગ કે શોષમાં પણ એ ઊપયોગી છે. અમુક મહિનાઓ સુધી તમામ જાતના ખોરાકનો ત્યાગ કરીને ફકત દ્રાક્ષ પર રહેવાથી કેંસર મટવાનાપણ દષ્ટાંત નોંધાયા છે. ભલભલી ગાંઠીને એ ઓગાળી નાખે છે. અને શરીરની કાયાકલ્પ કરીને લાલધુમ બનાવે છે.

લીલી દ્રાક્ષ સહેજે ખાટી હોવાથી જેમને પિત ભોગતું હોય એમને કાળી દ્રાક્ષ વાપરવી.. જેમને પેટે બાળક હોય એમણે મીઠી કાળી દ્રાક્ષ વાપરવી.. દ્રાક્ષ પિતશામક હોવાથી તરસ મટાડે છે. શરીરમાં દાહ, ઊનવા, રકતપિત, પિતજવર, ચાંદાં, કમળો, મોંની કડવાશ જેવા દર્દોમાં એ  છુટથી વપરાશ છે. અમુક અંશે ચીકણી અને ઠંડી હોવાથી કયારેક કફ ઊત્પન્ન કરે છે….

દુધ અને આઈસ્કીમ સાથે દ્રાક્ષ વિરુધ્ધ આહાર હોવાથી એ દુધની બનાવટો સાથે ન ખવાય તો સારૂં… નહિતર ચામડીના કોઈ પણ રોગ થવાની સંભાવના રહે છે.

ડાયાબીટીશમાં દ્રાક્ષ મર્યાદામાં લઈ શકાય.. એમાં રહેલી કુદરતી શર્કરા સાધારણ ડાયાબીટીશવારાને હાનીકારક નથી.

દ્રાક્ષનું સેવન લોહીમાં હેમોગ્લોબીન વધારે છે. શરીર્ને સ્ફૂર્તી અને તાકાત આપે છે. વર્ણ સુધારે છે. અરૂચિવારા માણસો માટે દ્રાક્ષ સેવન એ પાચનશકિત  સાથે ભૂખ ઊધાડે છે. દ્રાક્ષ શરીરમાં જોમ – શકિતનો વધારો કરે છે તો બેજી બાજુ વધારાની ચરબી ઓગળવામાં સહાયભૂત થાય છે. માંદાં માણસો પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે.

 દ્રાક્ષ સીસનમાં સર્વપ્રાપ્ત અને પોષાય એવા ભાવે મલી રહે છે. અગાઉમાં રાજા- મહારાજાઓ હોંશે હોંશે  દ્રાક્ષનું સેવન કરતા જેથી એમની પુરૂષ- શકિત જળવાઈ રહેતી.

No Comment

Comments are closed.