Input Content

તાવ અનેક જાતના હોય છે. જેવા કે પિતજ્વર, ત્રિદોપજ્વર અને શીત જ્વર, તાવને ઇજેક્શન આપી દાબી દેવામાં આવે છે અને પછી કે મહીનાઓ પછી થોડા અઠવાડીયા પછી કે મહિનાઓ પછીએ જ દબાયેલો તાવ અન્ય રોગરૂપે દેખા દઇને હેરન કરે છે એને દબાવવની બદલો વ્યાજસહિત લે છે. તાવને દબાવવો હીતદાયક નથી.

સારવાર એની કરવી કે જેનાથી તાવ જળમૂળથી શરીરમાંથી હકાલપટી પામે. દબાયેલો તાવ ધાયલ વાધ જેવો કે વીફ રાયેલી નાગણ જેવો મારણહાર બને છે, એ કયારે અને કેવી રીતનાં વીફરે એનો કોઇ ભરોષો નહિ.

દરેક જાતના તાવની સારવાર અલગ અલગ હોય છે. બારીકાઇથી તાવનું નિદાન કયા બાદ એની યથા-યોગ્ય સારવાર માગે છે. કોઇપણ જાતનો તાવ આખા શરીરને જકડી લે છે.. મગજ પર પણ એની વ્યવસ્યિત સારવાર કરવામાં બનીને આવે છે.

મેલેરીયા થાય એટલે દદીથી સહન ન થાય. તાવ 104 જેવો દેખાય એટલે હોસ્પીટલ્માં દાખલ કરવામાં આવે, બાટલા ચડાવવામાં આવે. ઇજેક્શન અને ભારે ભારે ગોળીઓનો મારો ચલવવાનો શરૂ થાય. સાથે સાથે ખાવાપીવામાં બધી છૂટ અપાય. તેમ છતાંય દદીને બે-ત્રણ દિવસ હોસ્પીટલ્માં રાખવામાં આવે અને પછી થોડા દિવસોની દવા આપવામાં આવે. ધણી વખત અઠવાડીયા સુધી સારવાર આપવામાં આવે છે. આવાં તાત્કાલીક સારવાર થી તાવ તો કાબૂમાં આવતો નથી પણશરીરનું ઊષ્ણતામાન કે તાપમાન જે તાવની અસરે વધીને 104 કે 105 પહોંચી ગયું હતું તે નીચે ઊતરીને 100 ની આજુ બાજુ રહે છે. દદી અને સગાવહાલા માને છે કે ડોક્ટરની તાત્કાલીક સારવારથી તાવ કાબૂમાં આવી ગયો છે જેથી એ ખાવપીવામાં ખાસ કોઇ મયાદા રાખતો નથી. એ ખાવપીવામાં આનાકની ક્રરે છે ત્યારે એની ઉપર સેવા-ચાકરી કરવાવાળા સગવ્હાલાઓ એને પરાણે ખવડાવે છે. આ ઉપચારથી તાવ નીક્ળ્તો નથી પણ પળભાર માટે દબાઇ જાય છે અને શરીરના કોઇપણ એક ભાગમાં છુપાઇને પડ્યો રહે છે અને લાગ જોઇને કોઇ બીજાં દદને ઉત્પન્ન કરે છે.

મેલેરીય-ટાઢીઓ તાવ કે એકાંતરીઓ તાવ કે મુદતીયો તાવ એ કંઇ આજનો તાવ નથી. એનો ઇતિહાસ જુનો છે.. એલોપેથીનો જન્મ થયો એ પહેલાં આ તાત્વોનું અસ્તિત્વ હતું જ અને એના યોગ્ય ઉપચારો યોગ્ય દેશી ઉપચાર મારફ્ત દેશી વૈદ મારફ્ત સફ્ળપૂવક થતા હતા.રાજા – મહારાજાઓ, માલેતુજારો અને તમામ ધનીક – વગ તાવમાં સપડાતો અને ઉપચારથી એમાં રાહત મેળવતો.

યોગ્ય ઉપચાર કરાવનાર શખ્શ ભાગ્યે જ મ્રૃત્યુને આધીન થતો. અને તાવ ફરી ઉથલો ન મારતો કે આડઅસર પણ જણાતી નહિ.. ગરીબ અવસ્થામાં રહેલી પ્રજા જયાં વૈદકીય સારવાર પ્રાપ્ત નહોતી ત્યાં ઘરગથ્થું ઉપચારમાં ઘણાને તાવ કાબૂમાં આવી જ્તા અને ધણાને તાવ ઉપાડી પણ જતો.બાકી સંપૂણ નીક્ળી જતોં અને આજે પણ નીક્ળી જાય છે.

તાવ થવાનું કારણ મિથ્યા આહાર, વધારે પડતો આમાશય, પિત, ક્ફ પેદા કરતા ખોરાક ખાવાથી તાવ પેદા થાય છે.

જે તાવમાં માથું, કેડ, પગ સાથે આખું શરીર દુ:ખે, ઉંઘ ન આવે. બગાસો વધારે આવે એ વાત જવર કહેવાય.આ વાત જવર નામનો તાવ જેમતેમ ચડ- ઉતર કરે છે અને દદીને ગભરાવી નાખે છે.

પિત જવરમાં આંખો બળે, શરીરનું તાપમન ઘણું વધી જાય. 105 સુધી જાય. મોઢું સકાય,દદી બકવાશ કરે, ઉંકાટા કરે,દદી બેસવની કોશીષ કરે તો ચક્કર આવે, દદીને આખા શરીરે દાહ નીકળે, સ્વભાવ આકરો થઇ જાય.. ક્ફ-જવરમાં તાપમાન 101 ની અંદર હોય. શરીર તૂટે, ઘેન ચડે જેથી માથું ભારે રહે છે, શરદી અને અરૂચી જણાય છે. નાકમાં પાણી નીક્ળે કે ક્યારેક છીંકો પણ આવે..તાપમાન 97 સુધી પણ જાય.

વિષમ- જવરમાં તાવની ચડ- ઊતર થયા કરે છે. તાવ એકાંતરા કે બે કે ત્રણ દિવસે દેખા દે છે. કયારેક તાવ 100 કે ઓછો પણ હોય તો બીજી પળે 105 ઉપર પણ વતાય.

જીણ – જ્વરની મુદ્ત બહુ જ લાંબી હોય છે. એલોપેથી સારવારથી પણ એ તાત્કાલીક દબાતો નથી. બાટલા, ઇજેક્શન કે ભારે મોંઘીદાટ દવાઓને પણ એ દિવસોમાં દાદ આપતો નથી. એકાદ બે મહિંનાની સારવારથી એ દબાઇ  જરૂર જાય છે પણ જ્ળમૂળથી નીકળતો નથી. ઘણી વખત આ તા વખતે ટી.બી. જેવાં લક્ષણો દેખાતા ક્ષયની શંકા જરૂર જાય છે.

        ઘણી વખત આજના ઊતાવળીઓ નિણય લેતા અને વાતમાં હોસ્પીટલમાં દાખલ કરીને દદીને બાટલા અને ઈજેકશન આપીને ખીસા ખંખેરતા ડોકટરો તાવનું યથા- યોગ્ય નિદાન ક્યા વગર જ સારવાર ચાલુ કરી દે છે. જે ખોટું છે. દદી લાચાર હોવાથી એ કેદીની માફક જેલર જેવા ડોક્ટટની સૂચનાઓને આધીન થઇને શરીર તેમજ પૈસાની ખુવારી કરે છે. દાકતર જો દદીના તાવનો સાચો પકાર જાણીને યથાયોગ્ય સારવાર કરે તો દદીના હીતમાં ગણાશે.

તમામ જાતના તાવ માટે આયુવેદમાં દવાઓ મોજુદ છે. અમુક નહીં પણ અનેક જાતની દવાઓ પાપ્ત છે. નવા નવા તાવમાં આયુવેદમાં ઔષધ આપવાની મનાઇ છે કારણ કે તાવ દરમિયાન જઠરાગ્નિ મંદ અથવા નહિવત હોવથી ઔષધ પણ પચતાં નથી અને એ દરમિયાન ઔષધો ખાવાથી વિપરીત અસર થાય છે. નવા તાવની શરૂઆતમાં લંઘન- નકોરડા ઉપવાસ જ એ સારામાં સારી ઔષધી છે.. ઊકાળીને ઠરેલું પાણી પીવું હીતદાયક ગણાશે .

તાવ થોડો પાકે ત્યારે તેના પ્રકાર પ્રમાણે સુદશન ચૂણ કે ધનવટી,ત્રીભૂનકીતી રસ,જવરાંકુશ, અમ્રૃતારિષ્ટ કાઢા, સુદશન કાઢા,જ્યમંગ રસ,મામેજવા ધંનવટી,શ્ર્વાસ કુઠાર રસ,મહાલક્ષ્મી વિલાસ,ત્રીશૂલ જેવી પેટન્ટ દવાઓ ઉપરાંત પ્રખ્યાત આયુવેદ ફામસીની ખાસ દવાઓ ખુબ જ શકિત સમાયેલી છે.એમાંથી તાવના પ્રકાર પ્રમાણે અનુભવી વૈદના માગદશન હેઠળ દવા લેવી.

સાવચેતી યોજવામાં આવે તો આ દવાઓમાં ગમે તેવો તાવ કાઢવાની અદભૂત. સામાન્ય રીતે તો સુદ્શન, ત્રીભુવનકીતી રસ કે સપ્તપણ ધનવટીના ઉપયોગથી કોઇપણ જાતની માથાકુટ વગર માયાદીત સમયમાં તાવ ઉતરી જાય છે. શરીરમાં જયારે તાવ વધારે હોય ત્યારે કોઇપણ વસ્તુ ખાવામાં લેવી નહીં. તાવ ઉતરે ત્યારે કામ ન કરવું,સ્નાન પણ ન કરવુ, અજૂગતું લાગે તો ભીનું પોતું ફેરવી લેવું,પુરતો સંયમ રાખવો,ભારી ચીકણો અને ઠંડો ખોરાક ન ખાવો. નીચે ન સુંવું. સ્વચ્છ રૂમમાં સ્વચ્છ વાતાવરણમાં સ્વચ્છ બિછાના પર સૂવું.

આયુવેદમાં પુરતી પરેજી સાથે જરૂરી નિયમો પાળવામાં આવે તો તાવ ઓછા ખચે, વહેલી તકે મૂળથી મટી જાય છે. ફરી ઉથલો મારતો નથી કે કોઈ આડ અસર કરતો નથી. દદી પહેલા જેવો જ આરોગ્ય પ્રધાન થઈ જાય છે. બાકી ઉતાવળથી તાવને દબાવવાના પ્રયાશથી કે તાવ વારંવાર ઉથલો મારે છે. દદી થાક અનુભવે છે. અને પુન: પરિસ્થિમાં આવતાં ખાસો સમય લાગે છે.તદઉપરાંત તાવને આકરાં ઈજેકશનો કે મોંઘીદાટ ગોળીઓથી દબાવી દેવાથી લીવરની નબળાઈ,સુસ્તી, અજીણ, ઉધરસ,શરદી, રકતપિત અને ટી.બી. જેવા રોગો શરીરમાં પ્રવેશ કરે છે અને એલોપેથી ડોકટરની હોસ્પીટલમાં પેશન્ટોની લાઈનો લાગી  જાય છે. આ કોઈ દાકતરના વ્યવ્સાય કે પછી આધુધિક પધ્ધતી પ્રત્યેનો અભાવ નથી પણ ક્ડવી હકીકત છે જે સૌ કોઈ દાકતરે કે દદીએ સમજવાની જરૂર છે.

આવા તાવ વખતે નાના બાળકને ઈજેકશન આપતી વખતે ડોકટર એક જ્બરૂ સાહસ ખેડે છે. બાટલા ચડાવવામાં પણ એ નયુ ડહાપણ વાપરે છે. એ બાળકને ટૂંક સમયમાં લકવાની અસર જણાય છે. આવાં અનેક અપંગ

બાળકોના જીવંત દાખલાઓ આજે મોજુદ છે. ડોકટર નાનકળી ભુલથી અનેક નિદોષ ભુલકાંઓનું જીવર ચૂંથાતું નજરે દેખાય છે. ત્યારે ખરેખર આવી પરિસ્થિતિ પ્રત્યે દયા ઉપજે. રૂડું –રૂપાળું અને ચબરાક બાળક કે જયારે ડોકટરની ભૂલનો બનીને દયાને પાત્ર બને ત્યારે એ બાળકના નિસાસા કોને લાગે ? વિદેશમાં આવા સંજોગોમાં માબાપો દાકતરની ગાફલાઈ બદલ દાવો કરે અને દાકતરને જબરી વળતર આપવી પડે. તાવમાં બાટલા ચડાવવા એ ખોટું નથી પણ તાવનો પ્રકાર દદીની હાલત જોઈને યથાયોગ્ય બાટલા ચડાવવા દાકતર અને બન્નેના હિતમાં છે.

આયુવેદમાં બાળકો માટે અમૃતારિષ્ટ, સંસમની વટીનં. 3 બાલચુતુભથ સીરપ કે ચુણ તેમજ સારી ફામસીઓની એક અસરકારક દવાઓ દેશી દવાની દુકાનમાંથી મળે છે. સારા વૈધ કે આયુવેદીક ડોક્ટર સલાહ મુજબ પુરી સારવાર કરવાથી બાળકનું જીવન બગડતું બચી જાય છે. તાવને હાંકી કાઢવો સારો. દબાવવાથી એ અનેક રોગોને ઉત્પન્ન કરીને દદીને હમેશનો દદી બનાવી મૂકે છે.

આયુવેદમાં પૂરતી પરેજી સાથે જરૂરી નિયમો પાળવામાં આવે તો તાવ ઓછા ખચે, વહેલી તકે મૂળમાંથી મટી જાય છે. ફરી ઉથલો મારતો નથી કે કોઈ આડ અસર કરતો નથી. દરદી પહેલા જેવો જ તંદુરસ્ત થઈ જાય છે.

એલોપેથીમાં પણ દાકતર સજાગ રહીને સારવાર કરે તો તાવ મયાદિત સમયમાં જ્ળમૂળથી નાબુદ થઈ જાય છે. બાકી વાતવાતમાં બાટલા કે ઈજેકશનો એ તાવનો અકસીર ઈલાજ નથી.

No Comment

Comments are closed.